February 2, 2023
February 2, 2023

અંબાજી મંદિરમાં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

પ્રવેશદ્વારોએ યાત્રિકોનું ચેકીંગ કરી પ્રવેશ આપવાનો આદેશ

યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રવેશતા પૂર્વે મોબાઈલનું ચેકીંગ કરી નેજ યાત્રિકોને પ્રવેશ આપવાનું ફરમાન સુરક્ષા કર્મીઓને વહીવટદાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલુંજ નહીં મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવાનો પણ આદેશ જારી કરવા માં આવ્યો છે.યાત્રાધામ અંબાજી વિશ્વનું એકમાત્ર શક્તિ પીઠ કે જ્યા માતાજીના યંત્રની પૂજા થાય છે.

એટલુંજ નહીં પૂજારીને યંત્ર ને આંખે દેખવા નો પણ નિષેધ છે. તેવા યાત્રાધામ અંબાજી મંદિર માં ગેટ ન 7, 8, અને 9 ના પ્રવેશદ્વાર થી મોબાઈલ લઇને પ્રવેશતા યાત્રિકોને મોબાઈલનું કડક ચેકીંગ કરી મોબાઈલ વિના જ મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે સુરક્ષા વિભાગને પણ જાણ કરવા માં આવી છે. એટલુંજ નહીં મંદિર પરિસર અને મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયેલા ઈસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

 32 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved