એફપીઓ માટે શૅરધારકોની મંજૂરી પોસ્ટ બેલટ પ્રક્રિયા દ્વારા મેળવશે
જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાને વેગ આપવા માટે અદાણી એન્ટરપ્રાઈસીસે કંપનીના ઈક્વિટી શૅર્સના ફર્ધર પબ્લિક ઓફરીંગ (એફપીઓ) દ્વારા રૂ. 20,000 કરોડ સુધીનું ભંડોળ મેળવવા માટે મંજૂરી આપી છે. શુક્રવારે અમદાવાદમાં ભંડોળ એકત્ર કરવા માટે યોજાયેલી કંપનીની બોર્ડ મિટીંગમાં રૂા. 20,000 કરોડ સુધીના ઈક્વિટી શૅર્સના ફ્રેશ ઈસ્યૂ દ્વારા એફપીઓ માર્ગે ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય લેવાયો હતો.”
એફપીઓ માટે શૅરધારકોની મંજૂરી પોસ્ટ બેલટ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવશે.”
અદાણી એન્ટરપ્રાઈસીસના શૅરના ભાવમાં ત્રણ વર્ષમાં 1826 ટકાનો જંગી ઉછાળો આવતા એફપીઓ લાવવાનો વિચાર કરાયો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે પ્રમોટર્સનો હિસ્સો 72.63 ટકા હતો.’જાહેર રોકાણકારોમાં એફઆઈઆઈનો કંપનીમાં હિસ્સો 15.59 ટકા છે, જ્યારે જાહેર અને મ્યુચ્યુઅલ ફંડ્સનું શૅરહોલ્ડિંગ 6.46 ટકા અને 1.27 ટકા છે, એમ ડેટા જણાવે છે.” ભંડોળ એકત્ર કરવાથી ગ્રુપની વિવિધ બિઝનેસમાં ઓર્ગેનિકલી અને એક્વિઝિશન્સ દ્વારા વૃદ્ધિને વધુ વેગ આપશે.” અદાણી ગ્રુપે વૈકલ્પિક ઊર્જા અસ્કયામતો સ્થાપવા અને હસ્તગત કરવા માટે 10 વર્ષમાં 70 અબજ ડૉલરના રોકાણની યોજના ઘડી છે. પ્રસ્તાવિત રોકાણમાંથી પાંચમાં ભાગનું રોકાણ આંતરિક સ્ત્રોતો દ્વારા કરાશે, જ્યારે બાકીનું રોકાણ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ, લોન અને બોન્ડ્સ સહિતના વિવિધ સંયોજન દ્વારા કરવામાં આવશે.”
એફપીઓને કારણે અદાણીના વધુ શૅરો બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. કંપનીના શૅરે આ વર્ષની 30 સપ્ટેમ્બરે નિફ્ટી 50 ઈન્ડેક્સમાં પ્રવેશ કર્યો છે.
37 , 1