September 27, 2022
September 27, 2022

અમદાવાદની LG હોસ્પિટલમાં દર્દીની કિડનીમાંથી 250 પથરી કાઢવામાં આવી

જવલ્લે જોવા મળતો કેસ, એક પથરી અંગૂઠાના કદની હતી

પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવેલા દર્દીનું 3.30 કલાક ઓપરેશન કરી એલ.જી. હોસ્પિટલના ડૉક્ટરોએ ડાબી કિડનીમાંથી અંગૂઠાના આકારની એક તેમજ અન્ય 250 પથરી કાઢી હતી. સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલના નેતૃત્વમાં ડૉક્ટરોએ ઓપરેશન પાર પાડ્યું હતું.

ડૉક્ટરોએ કહ્યું કિડની કે પેશાબની પથરી હોય ત્યારે ગેસ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો, પેશાબમાં બળતરા કે લોહી નીકળવા જેવા લક્ષણો દેખાય છે. ડૉક્ટરોનું કહેવું છે, એક સાથે આટલી બધી પથરી નીકળ્યાનો આ ભાગ્યે જ જોવા મળતો કિસ્સો છે. તમામ પથરી નીકળી જતાં દર્દી હવે સ્વસ્થ થઈ ગયો છે.

 250 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved