November 29, 2022
November 29, 2022

અમદાવાદમાં ઓટો રિક્ષામાં મુસાફરોને લૂંટતી ગેંગનો પર્દાફાશ, 4ની ધરપકડ

રામોલ પોલીસની મોટી સફળતા, લૂંટના ગુનેગારોની ધરપકડ

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષામાંથી મુસાફરોને લૂંટનારા ચાર શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે.

મળતી માહિતી મુજબ, રબારી કોલોની ચાર રસ્તા પાસે પોલીસના ઝડપી પેટ્રોલીંગમાં જીગ્નેશ ઉર્ફે બચ્ચન હસમુખભાઈ પટેલ (ઉવ:૩૨ રહે:એ/૨૬ શ્યામદર્શન સોસાયટી ક્રષ્ણનગર નવા નરોડા અમદાવાદ શહેર મુળવતન ગામ:ડોવારીયા તા:લીઠી જી:અમરેલી), સતીષ ઉર્ફે ભાવુ નરસિંગ કણગીરી (ઉવ:૪૨ રહે:સી/૧૦ પાર્શ્નનાથ ટાઉનસીપ નવા નરોડા કૃષ્ણનગર અમદાવાદ શહેર), અયુબભાઈ અબ્દુલભાઈ મંસુરી (ઉવ:૪૦ રહે:બી/૩૦૭ સાહેઆલમ રેસીડેન્સી મુખી ફ્લેટ સામે રામોલ અમદાવાદ શહેર મુળવતન ગામ:બાલીસણા તા:પ્રાતીંજ જી:હીમ્મતનગર) તથા નરેન્દ્ર રામવીર વર્મા (ઉવ:૩૮ રહે:૧૨૬ સમાજ નવરચના સોસાયટી ખોડીયાર નગર ઓઢવ અમદાવાદ શહેર મુળવતન ગામ:જુગસના તા:દાઉજી જી:મથુરા)

યુપીનાઓને રોકડા રૂપીયા ૨૫૦૦૦, ૦૧ મોબાઈલ ફોન તથા સી.એન.જી રીક્ષા નં.જીજે.૦૧.ટીબી.૨૭૯૧ મળી કુલ્લે કીમત રૂપીયા ૬૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આરોપીઓની પુછપરછ દરમ્યાન આજથી આઠેક દીવસ પહેલા તેઓ ચારેય જણા ઉપરોક્ત રીક્ષા લઈને વસ્ત્રાલ મહાદેવનગર કેનાલ ગાર્ડન પાસે આવેલ એસટીબસના સ્ટેન્ડ પાસે ગયેલ.

અહીં સવારના દસેક વાગ્યાના અરસામાં એક બસ માંથી એક મોટી ઉમરના બહેન તથા ભાઈ ઉતરેલ અને તેઓના હાથમાં એક થેલો હતો જેથી અમો રીક્ષા લઈ તેઓની પાસે ગયેલ અને પેસેન્જર તરીકે તેઓને રીક્ષામાં બેસાડેલ અને ભાઈને આગળ બેસાડેલ અને બહેનને પાછળ બેસાડેલ અને બહેને પોતાનો થેલો ખોળામાં રાખેલ હતો.

જેથી થેલો તેઓના પગની નીચે મુકી દેવા જણાવેલ અને થેલો નીચે મુકતા પાછળ બેસેલ આરોપીઓએ મળી રીક્ષામાં બેસેલ પેસેન્જરની નજર ચુકવી થેલા માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા 30000/- ભરેલ એક પ્લાસ્ટીકની થેલીની ચોરી કરી લઈ લીધેલ અને બન્ને પેસેન્જરોને ઉતારી ત્યાથી જતા રહેલ.

રામોલ પોલીસના એએસઆઈ મહેન્દ્ર દાજીરાવ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મોહનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ મહેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રતાપસિંહે ગુપ્ત બાતમીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. ચારેય સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 151 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved