February 1, 2023
February 1, 2023

અમદાવાદ : નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે લોકો દટાયા, રેસ્ક્યૂ હાથ ધરાયું

અમીકુંજ ચાર રસ્તા પાસેનો બનાવ

અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડી હોવાની ઘટના સામે આવી છે. અમીકુંજ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હોવાની આશંકા છે. હાલ ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, અને દટાયેલા મજૂરોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે.

શહેરના નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે. ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ. એક મજૂરને બહાર કાઢવામાં આવ્યો છે.

 163 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved