એલોન મસ્કે ટ્વીટર ખરીદતા અમૂલ ની પ્રતિક્રિયા
અમૂલ ઈન્ડિયા સમગ્ર વિશ્વના ચર્ચિત મુદ્દાઓ અને વર્તમાન પ્રવાહો માટે આઈકોનિક ડૂડલ એડ બનાવવા માટે પ્રખ્યાત છે. કોઈ સેલિબ્રિટીના લગ્ન હોય કે, સ્પોર્ટ્સની ઈવેન્ટ, યુદ્ધ હોય કે પછી બિઝનેસ ટેકઓવર, આ દરેક મુદ્દે પોતાની વિનોદી અભિગમ દ્વારા અમૂલે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને પ્રશંસા પણ મેળવી છે.
તાજેતરની જાહેરાતમાં અમૂલે ટેક બિલિયોનેર એલોન મસ્ક દ્વારા 44 બિલિયન ડોલરમાં ટ્વિટરનો 100 ટકા હિસ્સો ખરીદી લેવામાં આવ્યો તે અંગે પ્રતિક્રિયા આપી છે.
ડેરી ઉદ્યોગના દિગ્ગજ અમૂલ દ્વારા જે કાર્ટૂન શેર કરવામાં આવ્યું છે તેમાં મિસ્ટર મસ્ક ટેબલ પર બેઠેલા દેખાય છે. તેમના બાજુમાં લેપટોપ પડેલું છે અને તેઓ વાદળી રંગના એક પંખીને (ટ્વિટરનું સિમ્બોલ) ચમચી વડે કશુંક ખવડાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
એકાદ સપ્તાહ પહેલા જ્યારે ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX)ના CEOએ ટ્વિટર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે સમયે પણ અમૂલે મિસ્ટર મસ્ક માટે એક ડૂડલ તૈયાર કર્યું હતું. તેમાં મિસ્ટર મસ્ક હાથમાં પાંજરૂં પકડીને બ્લુ બર્ડને તેમાં પુરાવા માટે પ્રેમથી સમજાવતા જોવા મળ્યા હતા. સાથે જ એવું ટેગ આપવામાં આવ્યું હતું કે, ‘એલોન ફ્લેક્સીસ હીસ મસ્કલ્સ?’ મતલબ કે, એલોન ટ્વિટરના હોસ્ટાઈલ ટેકઓવરમાં પોતાનો પાવર દર્શાવી શકશે કે નહીં.
437 , 2