September 25, 2022
September 25, 2022

આણંદના અજરપુરા પાસે સામાનની આડમાં છુપાવેલો 10 લાખનો દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર

દારુની હેરાફેરી થતી અટકી

આણંદ ગ્રામ્ય પોલીસે અજરપુરા ગામની સીમમાં બાતમીનાં આધારે વોચ ગોઠવી મિની ટ્રકમાં સામાનની આડમાં લઇ જવાતો 10 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. મિની ટ્રકમાં દારૂ લઇ જવાતો હતો. તે સમયે બે બાઇક ચાલક પાયલોટીંગ કરી રહ્યાં હતાં. આમ છતાં પોલીસે પકડી પાડ્યાં હતાં. આ અંગે પોલીસે વિદેશી દારૂ, મિનીટ્રક, બાઇક સહિત કુલ રૂ.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસને જોઈ આરોપીઓ રફુચક્કર
આણંદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, અજરપુરા સીમમાં વિદેશ દારૂ ભરેલી આઇસર ગાડી આવવાની છે. આ બાતમીના આધારે પોલીસ અજરપુરા સીમ પહોંચી હતી. ત્યારે પોલીસને જોઈને ત્યાં હાજર ઈસમો ભાગી ગયા હતા.

10 લાખ કરતાં વધુનો વિદેશી દારુ ઝડપાયો
આણંદ રૂરલ પોલીસે આઇસર ગાડીના પાછળના ભાગે તપાસ કરતા સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની ગણતરી કરતા 6 હજાર 576 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 6 લાખ 97 હજાર 600, વ્હીસ્કીની બોટલો 2 હજાર 256 નંગ કિંમત રૂપિયા 2 લાખ 25 હજાર 600, અન્ય વિદેશી દારૂની બોટલો 336 નંગ કિંમત રૂપિયા 1.34 લાખ અને બિયરના ટીન 432 નંગ કિંમત રૂપિયા 43 હજાર 200 મળી આવ્યા હતા. આ વિદેશી દારૂ અને બીયરની કુલ કિંમત 10 લાખ 60 હજાર 600 થઈ છે.
બિયરના ટીન અને બે બાઈક મળી કુલ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના નંબર અને બાઈકના નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે પ્રોહીબિશનની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved