રોહિતે 1 હજાર દિવસ પછી મારી સદી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે (IND vs NZ) ત્રણ મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. જેમાં ટોસ હારીને ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ વનડે મેચમાં શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારતીય ટીમે 25 ઓવરમાં 200 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને ગિલે પોતાની સદી પણ ફટકારી દીધી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આશરે ત્રણ વર્ષ બાદ વનડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ રોહિત શર્મા પોતાના વનડે કરિયરની 30મી સદી ફટકારી છે. રોહિતે 83 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ 6 ચોગ્ગા અને 9 ફોર સાથે પોતાની સદી પૂરી કરી હતી. રોહિત શર્મા 101 રન બનાવી આઉટ થયો હતો. રોહિત અને ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી થઈ હતી.
69 , 2