ઉત્તર પ્રદેશમાં હાલમાં બનેલી ઘટના થી લોકોમાં એક અજબ ગજબ વાતો જોવા મળી રહી છે પોસ્ટ માસ્ટર પણ હેરાન પરેશાન દેખાઈ રહ્યો છે કે આ ચિઠ્ઠી કોણે મુકલાવી છે અને ક્યાંથી આવી છે.
આમ ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ એવી ઘટના પ્રથમ વખત બની છે જેથી ડાક વિભાગ પરેશાન છે. વાત કરીયે ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાની જ્યાં દુબોલિયા પોસ્ટ ઓફિસમાં હાલમાં એક પત્ર ચર્ચામાં છે. અહીંનો પોસ્ટ વિભાગ હનુમાન જી અને શંકર ભગવાનના નામ પર આવેલા એક સ્પીડ પોસ્ટથી પરેશાન છે. આ સ્પીડ પોસ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી મોકલવામાં આવી છે. આ લેટરને આપવા માટે પોસ્ટમેન મંદિરમાં પણ ગયો, પરંતુ કોઈએ રિસિવ ન કરી.
દુબોલિયા પોસ્ટ ઓફિસના પોસ્ટ મેન દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે, શનિવારે હનુમાનજી અને શંકર ભગવાનના નામે એક રજિસ્ટ્રી આવી હતી, જેના પર કસ્બામાં સ્થિત હનુમાનગઢી મંદિરનું સરનામું નોંધેલુ છે. સાંજે જ્યારે પોસ્ટમેન લેટર લઈ મંદિરમાં આપવો ગયો તો, પુજારીએ લેવાની ના પાડી દીધી. પુજારીનું કહેવું છે કે, આ ચીઠ્ઠી હનુમાનજી અને શંકર ભગવાનના નામ પર આવી છે તો, તેમને સોંપવામાં આવે.
ત્યારબાદ પોસ્ટ મેને મંદિરની આસપાસ હનુમાનજી અને શંકર ભગવાન નામના વ્યક્તિઓ વિશે તપાસ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને નિરાશા મળી. હવે સવાલ એ છે કે આ ચિઠ્ઠી કોણે મુકલાવી છે તે એક મોટો સવાલ છે.
પોસ્ટ માસ્ટરે જણાવ્યું કે, લેટરથી ખબર પડે છે કે, દુબોલિયા ગામમાં કોઈ કમલા પ્રસાદ અગહરિ નામનો વ્યક્તિ છે. જેણે કોર્ટ કેસ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આ લેટર મોકલાવ્યો છે. જો કોઈ દાવેદાર નહી મળે તો પત્ર પાછો મોકલવામાં આવશે.
241 , 1