September 25, 2022
September 25, 2022

ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખનાર યુવકનું ગળું કાપીને હત્યા કરાતા ચકચાર

ઉદયપુર જિલ્લામાં 24 કલાકમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ

રાજસ્થાનના ઉદયપુરમાં 10 દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક વ્યક્તિનું મર્ડર કરી દેવાયું છે. 2 હુમલાખોર મંગળવારે ધોળાદિવસે તેમની દુકાનમાં ઘુસ્યાં અને તલવારના અનેક ઘા માર્યા છે, જે બાદ તેનું ગળું પણ કાપી નાંખ્યું છે.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો, એટલું જ નહીં આરોપીઓએ ઘટના પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને હત્યાની જવાબદારી પણ લીધી. તેમને PM મોદીના નામે પણ ધમકી આપી હતી. બંને આરોપીની રાજસમંદના ભીમથી પકડવામાં આવ્યા છે.

શાંતિ વ્યવસ્થા યથાવત રાખવા માટે ઉદયપુર જિલ્લામાં 24 કલાકમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. ઘટનાના વિરોધમાં હાથીપોલ, ઘંટાઘર, અશ્વની બજાર, દેહલી ગેટ અને માલદાસ સ્ટ્રીટની બજાર બંધ છે. આખા રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરાયું છે. મૃતદેહ હજુ પણ દુકાનની બહાર જ પડ્યો છે. મૃતકના પરિવારે સરકાર પાસે 50 લાખ રૂપિયા અને સરકારી નોકરીની ડિમાન્ડ કરી છે.

કપડાંનું માપ આપવાના બહાને દુકાનમાં ઘુસ્યાં

કન્હૈયાલાલ તેલી (40)નો ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યા બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ દેવાના બહાને દુકાનમાં એન્ટ્રી લીધી. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા. ઘટના સ્થળે જ તેમને જીવ ગુમાવ્યો. જે બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા.

આ ઘટનાની જાણ થતાં જ ધાનમંડી સહિત ઘંટાઘર અને સૂરજપોલ પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટનાસ્થળે છે. ટીમે પુરાવાઓ એકઠાં કર્યા છે. ઘટના પછી વિપક્ષના નેતા ગુલાબચંદ કાટરિયાએ પણ SPને ફોન કરી ઘટનાની જાણકારી લીધી છે. તેમને નિષ્પક્ષ તપાસની માગ કરી આરોપીઓને ઝડપથી પકડવાની વાત કરી છે.

 429 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved