February 2, 2023
February 2, 2023

એક વર્ષ પ્લાનિંગ કરીને બેંકમાંથી ચોર્યા 12 કરોડ

બુરખો પહેરીને ફરતો છતાં ઝડપાઈ ગયો

મહારાષ્ટ્રના પુણે ખાતેથી પોલીસે ICICI બેંકમાંથી રોકડા 12.20 કરોડ રૂપિયાની ચોરી કરનારા મુખ્ય આરોપી અલ્તાફ શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસ છેલ્લા 2.5 મહિનાથી આરોપીને શોધી રહી હતી અને તેના પાસેથી 9 કરોડ રૂપિયા પણ મળી આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, ગત તા. 12 જુલાઈના રોજ થાણેના મનપાડા વિસ્તારમાં આવેલી ICICI બેંકમાં ચોરી થઈ હતી. આ કેસમાં આરોપીની બહેન નીલોફર સહિત 5 આરોપીઓની ધરપકડ થઈ ચુકેલી છે. પોલીસને તે આરોપીઓ પાસેથી લૂંટની સમગ્ર યોજનાની માહિતી મળી હતી અને બાદમાં અધિકારીઓએ એક્શન લીધી હતી.

મનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, અલ્તાફ શેખ મુંબ્રાનો રહેવાસી છે અને બેંકમાં સંરક્ષક (કસ્ટોડીયન) તરીકે કામ કરતો હતો. સંરક્ષક હોવાના કારણે બેંકના લોકર્સની ચાવીઓ તેના પાસે જ રહેતી હતી. તેણે એક વર્ષ પહેલાથી ચોરીની યોજના બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ માટે તેણે પ્લાનિંગ પ્રમાણે સિસ્ટમની ખામીઓ સમજવાનું અને ઉપકરણ ખરીદવાનું શરૂ કર્યું હતું.

AC ડક્ટના રસ્તેથી કચરાપેટીમાં પહોંચાડી રોકડ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, અલ્તાફ શેખે બેંકની તિજોરી ખોલીને એસી ડક્ટને મોટું કર્યું હતું અને રોકડને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. તે દરમિયાન તેણે સીસીટીવી કેમેરા સાથે પણ છેડછાડ કરી હતી. આ સમગ્ર યોજનામાં એલાર્મ સિસ્ટમને નિષક્રિય કરવાનો પણ સમાવેશ થતો હતો. બાદમાં જ્યારે બેંકની સિક્યોરિટી રોકડ ગાયબ જણાઈ એટલે બેંકના અધિકારીઓએ તપાસ આરંભી હતી.

2.5 મહિના સુધી સંતાઈને રહ્યો

લૂંટ કર્યા બાદ અલ્તાફ શેખ ફરાર થઈ ગયો હતો અને તેણે પોતાનું રૂપ બદલવાનું નક્કી કર્યું હતું. મોટા ભાગે તે પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરતો હતો. તે સિવાય તેણે લૂંટની અમુક રોકડ પોતાની બહેન નીલોફરના ત્યાં પણ સંતાડી હતી માટે પોલીસે ગુનામાં ભાગીદારી બદલ નીલોફરની પણ ધરપકડ કરી છે.

 41 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved