રિતેશ દેશમુખ સાથે માધુરી દીક્ષિતે વાયરલ ગીત ‘કચ્ચા બદામ’ પર જોરદાર ડાન્સ કર્યુ
સોશિયલ મીડિયા (Social Media) પર સનસનાટી મચાવનાર વાઈરલ ગીત ‘કચ્ચા બદામ’નું ભૂત હજુ લોકોના માથા પરથી ઉતર્યું નથી. આ ગીત દેશમાં જ નહીં વિદેશોમાં પણ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ રહ્યું છે. બોલિવૂડ પણ આ વાયરલ ગીત પર ડાન્સ કરવાથી પોતાને રોકી શક્યું નથી. હવે બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે ગીત કચ્ચા બદામ પર જોરદાર ઠુમકા લગાવ્યાં (Madhuri Dixit and ritesh Deshmukh Dance on kachha badam song) છે. માધુરી સાથે અભિનેતા રીતેશે પણ જોવા મળી રહ્યો છે.
આ વીડિયો વાઇરલ: માધુરી દીક્ષિતે રિતેશ દેશમુખ સાથે કચ્ચા બદામ પર ડાન્સ કરતો વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં માધુરીએ સિલ્વર કલરનો લહેંગો પહેર્યો છે, રીતેશે બ્લેક કલરનો સૂટ પહેર્યો છે. માધુરી અને રિતેશ આ ગીત પર ડાન્સ કરી ખુબ ઘમાલ મચાવી રહ્યાં છે.
રિતેશ તમારો ખૂબ ખૂબ આભાર: માધુરી દિક્ષીત: આ વીડિયોને શેર કરતા માધુરીએ કેપ્શનમાં લખ્યું, “આ ખુબ જ મજેદાર હતું, સાચુંને રિતેશ? મારી સાથે જોડાવા બદલ રિતેશ તમારો ખૂબ ખૂબ આભાર. આ કેપ્શન પર રિતેશે કોમેન્ટ કરી લખ્યું, ‘ખરેખર મજા આવી, મારા માટે હંમેશા સૌભાગ્યની વાત રહેશે”.
માધુરીએ કર્યું આ સિરીઝથી OTT પર ડેબ્યુ: માધુરી દીક્ષિતના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તાજેતરમાં જ અભિનેત્રીએ OTT સીરિઝ ‘ધ ગેમ ઓફ ફેમ’થી પ્રવેશ કર્યો છે. જેમાં માધુરીએ એક સફળ અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. ફિલ્મની કાહાણી દર્શાવે છે, એક સુપરસ્ટારને જીવનમાં કેવી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે.
171 , 2