February 2, 2023
February 2, 2023

કેન્દ્રની મોદી સરકાર પર ભડક્યાં સીએમ નીતિશ કુમાર

બિહારના વિકાસમાં અવરોધ ઉભા કરવા અને લોન લેવાથી પણ રોકવાનું આરોપ

મહાગઠબંધનમાં સામેલ થયા બાદ સીએમ નીતિશ કુમાર સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. બુધવારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ગરીબ રાજ્યો પર ધ્યાન આપતી નથી. કેન્દ્રએ સૌથી પહેલા પછાત રાજ્યોના વિકાસ માટે કામ કરવું જોઈએ, પરંતુ કેન્દ્ર સરકારે લોન પર પણ રોક લગાવી દીધી છે. જેના કારણે વિકાસના કામો પર અસર પડી રહી છે. આ પહેલા કોઈ કેન્દ્ર સરકારે આટલી દખલગીરી કરી ન હતી.

નીતીશ કુમારે કહ્યું કે બિહારના વિકાસ માટે તેઓ કેન્દ્ર પાસે માંગ કરવા લાગ્યા છે પરંતુ તેમને કેન્દ્ર તરફથી મદદ મળી રહી નથી. એનડીએમાં સાથે હોવા છતાં પણ કેન્દ્ર તરફથી કોઈ મદદ મળી નથી. આ પછી પણ રાજ્ય સરકાર વિકાસ માટે પોતાની રીતે પ્રયાસો કરી રહી છે. જો કેન્દ્ર તરફથી મદદ મળી હોત તો રાજ્યમાં વિકાસની કામગીરી વધુ ઝડપી બની હોત. કેન્દ્ર ગરીબ રાજ્યોને મદદ કરશે નહીં. કેન્દ્ર સરકાર માત્ર પ્રચાર પર ધ્યાન આપે છે. સાથે જ તેમણે કહ્યું કે રાજ્ય સરકાર બિહારમાં વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

 56 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved