September 25, 2022
September 25, 2022

કોરોનાના કારણે મહોમ્મદ શામી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરિઝમાંથી બહાર

શામી ની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સ્થાન અપાયુ

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરિઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર મહોમ્મદ શામી કોરોનાના કારણે આખી સિરિઝ ગુમાવશે. તેની જગ્યાએ ભારતના ક્રિકેટ બોર્ડે ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપ્યુ છે.

બોર્ડે કહ્યુ હતુ કે, મહોમ્મદ શામી કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની સિરિઝ નહીં રમી શકે અને પસંદગી સમિતિએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. શામીને આગામી ટી 20 વર્લ્ડ કપ માટે પણ રીઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં રાખવામાં આવ્યો છે.

બીજી તરફ ઉમેશ યાદવ પગમાં ઈજાના પગલે કાઉન્ટી ક્રિકેટ છોડીને ભારત પરત આવવા માટે નીકળી ગયો હતો. જોકે આ સ્થિતિમાં પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉમેશ યાદવ છેલ્લે 2019માં ભારત વતી ટી 20 મેચ રમ્યો હતો. ઉમેશ યાદવ ભારત માટે સાત ટી-20 મેચ રમ્યો છે.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved