અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. 12 કલાકમાં ફાયરિંગની 3 ઘટનાઓ બની છે. જેમાં 2 વિદ્યાર્થીઓ સહિત 11 લોકોના મોત થયા છે. ગોળીબારની તાજેતરની ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી નાખ્યું છે. તમામ પ્રયાસો બાદ પણ અહીં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. 2 દિવસ પહેલા લોસ એન્જલસમાં ગોળીબારમાં 11 લોકોના મોત થયા હતા.
અમેરિકાના આયોવાની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના પણ સામે આવી છે. આયોવાના ડેસ મોઈન્સમાં એક શાળામાં ગોળીબારમાં બે વિદ્યાર્થીઓ માર્યા ગયા અને એક શિક્ષક ઘાયલ થયો. ગોળીબારની ઘટના બાદ અનેક શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ હુમલો વિચારીને કરવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ છે. જો કે, આ પાછળનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
ત્રીજી ગોળીબારની ઘટના શિકાગોના એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે બની હતી. જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનાને અંજામ આપવામાં ઘણા લોકો સામેલ હતા. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
અમેરિકાનું ‘ગન કલ્ચર‘
હવે સવાલ એ છે કે અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય કેમ છે. તેની પાછળનું કારણ અહીંનું ‘ગન કલ્ચર’ છે. અમેરિકા વિશ્વમાં સૌથી વધુ બંદૂકો ધરાવતો દેશ છે. કોરોના મહામારીમાં દર પાંચમાંથી એક પરિવારે બંદૂક ખરીદી હતી. અમેરિકામાં વધી રહેલું ‘ગન કલ્ચર’ ગોળીબાર અને સામૂહિક ગોળીબાર જેવી ઘટનાઓનું કારણ બની રહ્યું છે. લગભગ 330 મિલિયનની વસ્તીવાળા અમેરિકામાં, સામાન્ય નાગરિકો પાસે 390 મિલિયન શસ્ત્રો છે.
41 , 2