માતૃભૂમિ પર તમારું સ્વાગત છે : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.
યુક્રેનથી મુંબઈ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓનું કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વિમાનમાં જઈને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું-માતૃભૂમિમાં તમારા સૌનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમે સૌ સુરક્ષિતપણે પરત ફરો તે માટે આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. રશિયાએ પણ ભારતીયોને સુરક્ષિત રીતે પરત ફરે તે બાબત પર ભાર આપ્યો છે. તમારે તમારા મિત્રોને પણ કહેવાનું છે કે સરકાર તેમને પણ સુરક્ષિત રીતે પરત લાવી રહી છે. અને વધુ ફ્લાઈટ્સ આવી રહી છે. સંભવતઃ સવાર સુધીમાં.
એર ઈન્ડિયા તરફથી તમારું સ્વાગત છે.તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા સૌની ઘણી ચિંતા કરતા હતા. આ માટે તેમણે અનેક લોકો સાથે વાત કરી હતી. મુંબઈ પહોંચેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. તેમની સાથે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટથી સાંસદ પૂનમ મહાજન પણ હતા. દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને પરત લાવવાનું અભિયાન આગળ વધશે
182 , 1