September 25, 2022
September 25, 2022

જાણીતી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર! ચહેરો જોઈને ઓળખવી થઈ મુશ્કેલ

બોલીવુડની વધુ એક અભનેત્રીને કેન્સર થયું

બોલીવુડની વધુ એક અભનેત્રીને બ્રેસ્ટ કેન્સર થયું છે. પરદેશ ફિલ્મ કરીને ફેમસ થયેલી અભિનેત્રી મહિમા ચૌધરીએ આ ન્યૂઝ તેના ચાહકો સાથે શેર કર્યા છે. જેનાથી ચાહકો આઘાતમાં છે. બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિમા ચૌધરીનો આખો લૂક બદલાઈ ગયો છે. તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે.

એક વીડિયો પોસ્ટ કરીને બોલીવુડના પીઢ અભિનેતા અનુપમ ખેરે મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર હોવાના ખબર તેના ચાહકોને આપ્યા છે. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર મહિમા ચૌધરીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે મહિમાની બીમારીની માહિતી આપી છે અને તેની લડતની પ્રશંસા કરી તેને હીરો ગણાવી છે.

બ્રેસ્ટ કેન્સરના કારણે મહિમા ચૌધરીનો આખો લૂક બદલાઈ ગયો છે. પોતાના વાંકડિયા વાળ અને સ્માઈલના કારણે જાણીતી મહિમા ચૌધરી આજે અલગ જ જોવા મળી રહી છે. મહિમાને કેન્સર થયાની ખબરથી ચાહકો ઉદાસ થઈ ગયા છે. ચાહકો તે જલ્દી જ સાજી થઈ જાય તેવી દુઆ કરી રહ્યા છે.

 238 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved