November 29, 2022
November 29, 2022

જામા મસ્જિદમાં હવે યુવતીઓને જવાની મંજૂરી, એલજીની દરમિયાનગીરી બાદ પ્રતિબંધ હટાવાયો

રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ આપી હતી

જામા મસ્જિદમાં યુવતીઓને જવાની મંજૂરી, LGની દરમિયાનગીરી બાદ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચાયો
દિલ્હીની જામા મસ્જિદમાં યુવતીઓના પ્રવેશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચી લેવાયો છે. હવે જામા મસ્જિદમાં યુવતીઓ પણ પ્રવેશી શકશે. આ મામલો વિવાદમાં આવ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ હસ્તક્ષેપ કર્યો હતો. જાણકારી મુજબ ઉપરાજ્યપાલે જામા મસ્જિદના શાહી ઈમામ બુખારી સાથે વાત કરી અને યુવતીઓના પ્રવેશ પ્રતિબંધિત કરવાના આદેશને પાછો ખેંચી લેવાનો અનુરોધ કર્યો હતો. ઉપરાજ્યપાલની અપીલ બાદ ઈમામ બુખારીએ સહમતિ વ્યક્ત કરી અને આદેશ પાછો ખેંચવાનો નિર્ણય લીધો. સાથે જ તેમણે અહીં આવતા લોકોને મસ્જિદની પવિત્રતાનું સન્માન કરવાનો પણ અનુરોધ કર્યો છે.

આ પહેલાં આ મામલાને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાને લઈને જામા મસ્જિદ પ્રબંધનને નોટિસ આપી હતી. સાથે જ આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ માગવાની સાથે તેમને મહિલાઓની સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ ન કરવાનો આગ્રહ કર્યો હતો. આયોગના અધ્યક્ષા રેખા શર્માએ કહ્યું હતું કે અમે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈ રહ્યાં છે અને આ એક ગંભીર મામલો છે. ટૂંક સમયમાં જ આ મુદ્દે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મસ્જિદ કમિટીએ પાયાવગરની દલીલ આપી હતી
યુવતીઓને મસ્જિદમાં પ્રવેશવા પર પ્રતિબંધના નિર્ણયને લઈને મસ્જિદ કમિટી દ્વારા વિચિત્ર કહી શકાય તેવી દલીલ આપવામાં આવી હતી. જામા મસ્જિદ કમિટીનું કહેવું હતું કે મહિલાઓને પ્રવેશવા પર પ્રતિબંધ નથી. માત્ર એકલી મહિલાઓની એન્ટ્રી પર બેન છે. કેમકે આ ધાર્મિક સ્થળ યુવતીઓ અનુચિત હરકતો કરે છે, વીડિયો શૂટ કરે છે. આ બધું જોતાં પ્રતિબંધના પગલાં ઉઠાવવામાં આવ્યા હતા. મસ્જિદ કમિટીનું કહેવું છે કે પરિવાર સાથે આવતી કે વિવાહિત યુગલ પર કોઈ પ્રતિબંધ નથી લગાડવામાં આવ્યો.

દિલ્હી મહિલા આયોગે તાલીબાની નિર્ણય ગણાવ્યો હતો
દિલ્હી મહિલા આયોગે જામા મસ્જિદ કમિટીના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. DCWના ચીફ સ્વાતિ માલીવાલે મસ્જિદમાં યુવતીઓા પ્રવેશ પર પ્રતિબંધ બાદ જામા મસ્જિદના ઈમામને નોટિસ આપી હતી. સ્વાતી માલીવાલે કહ્યું હતું કે જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવાનો નિર્ણય એકદમ ખોટો છે. એટલું જ નહીં સ્વાતી માલીવાલે મસ્જિદ કમિટીના આ નિર્ણયને તાલીબાની ગણાવ્યો હતો. હું જામા મસ્જિદને ઈમામ નોટિસ આપી રહી છું. આ રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઈને નથી.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved