November 30, 2022
November 30, 2022

દિવાળી પર પણ હુમાના દિલકશ અંદાજે મહેફિલ લૂંટી

રેડ ઇન્ડ-વેસ્ટર્ન ડ્રેસમાં લુક સોશ્યલ મીડિયા પર છવાયું

બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી કોઇ અલગ ઓળખની મોહતાજ નથી. દિવાળીના પ્રસંગે હુમા ફેસ્ટિવ રંગમાં રંગાઇ છે, આ દરમિયાન હુમા કુરેશીની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી રહી છે. આ બધાની વચ્ચે દિવાળી પર પણ રેડ ઇન્ડ-વેસ્ટર્ન ડ્રેસમાં હુમાના દિલકશ અંદાજે મહેફિલ લૂંટી લીધી છે.

દિવાળીના દિવસે હુમા કુરેશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હુમા કુરેશીની આ તસવીરોમાં તે ચમકીલી રેડ ઇન્ડ-વેસ્ટર્ન ડ્રેસમાં દેખાઈ રહી છે. તેનો લૂક એકદમ કમાલનો લાગી રહ્યો છે. એટલું જ નહીં હાથમાં પર્સ, કાનોમાં ઝૂમકા અને ખુલ્લા વાળમાં હુમા કુરેશી પોતાની શાનદાર સ્ટાઇલથી મહેફિલ લૂંટી રહી છે.

હુમા કુરેશીના આ લેટેસ્ટ ફોટો એટલા સુંદર છે કે, જોવા પર તમને પણ નજર હટાવવી નહીં ગમે. એક્ટ્રેસનુ આ લેટેસ્ટ ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ છવાયેલુ રહ્યુ છે.

 44 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved