October 1, 2022
October 1, 2022

નાગપુરઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આજની ટી-20 મેચમાં વરસાદના વિઘ્નની શક્યતા

ત્રણ મેચની સિરિઝની પહેલી મેચ ભારતને હારનો સામનો કરવો પડ્યો

નાગપુરમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 મેચમાં વરસાદનુ વિઘ્ન નડે તેવી શક્યતા છે.

ત્રણ મેચની સિરિઝની પહેલી મેચ મોહાલીમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને સિરિઝમાં બરાબરી કરવા માટે આતુર છે પણ નાગપુરનુ હવામાન તેમાં વિઘ્ન સર્જી શકે તેમ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજે સાડા છ વાગ્યાથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ક્રિકેટ સ્ટેડિયમ જે વિસ્તારમાં છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દિવસભર વાદળછાયુ હવામાન પણ રહેશે. જોકે વરસાદના કારણે મેચ આખી ધોવાઈ જશે કે કેમ તે કહેવુ મુશ્કેલ છે પણ આગાહી પ્રમાણે વરસાદ ખલેલ પહોંચાડી શકે છે અને જો એવુ થયુ તો મેચમાં ઓવરો પણ ઘટી શખે છે.

મેચના સમયગાળામાં વિવિધ તબક્કે વરસાદની 19 ટકા, 21 ટકા, 16 ટકા જેવી શક્યતાઓ હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જોકે ઓવરો ઓછી થાય તેવુ ભારત નહીં ઈચ્છતુ હોય. કારણકે ઓસ્ટ્રેલિયા પાસે ઘણો લાંબો બેટિંગ ક્રમ છે અને ભારતની બોલિંગ લાઈન અપ એમ પણ ફોર્મમાં નથી.

 9 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved