બાળકીના મૃત શરીરના આવશેષો પોલીસને જંગલમાંથી મળી આવ્યા
તાજેતરમાં દિલ્હીમાં થયેલી ઘટનાઓ બાદ હવે મધ્યપ્રદેશમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક બાળકીને બદલો લેવાની ભાવનાથી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. બાળકીના મૃત શરીરના આવશેષો પોલીસને જંગલમાંથી મળી આવ્યા હતા.
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક શખ્સને તેની પત્નીના પાડોશમાં રહેતા પુરુષ સાથે આડા સબંધ હોવાની શંકા હતી. તે પુરુષ એક બાળકીનો પિતા હતો. જેથી તેની સાથે તેની પત્નીના કથિત લગ્નેત્તર સંબંધનો બદલો લેવા માટે શખ્સ હેવાન બની ગયો હતો. તેણે સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજરી તેની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ મામલો સોમવારે જંગલ વિસ્તારમાંથી મૃત બાળકીના અવશેષ મળ્યા બાદ પ્રકાશમાં આવ્યો હતો. 17 નવેમ્બરે બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.
સબડિવિઝનલ પોલીસ ઓફિસર આશિષ જૈને જણાવ્યું હતું કે, સાત વર્ષની બાળકી 17 નવેમ્બરે ગુમ થઈ ગઈ હતી અને તેનું અપહરણ કરવા બદલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસમાં તેમની સામે આખો મામલો આવ્યો હતો અને કોલ રેકોર્ડ દ્વારા તેઓ આરોપી સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. પોલીસે અપરાધીનું નિવેદન પણ નોંધ્યું હતું અને તેના પર કેસ પણ દાખલ કર્યો હતો.
ઓફિસર આશિષ જૈને તેમની તપાસને ટાંકીને કહ્યું કે તેઓએ રાજેશ રજક (31)ની તેના કોલ રેકોર્ડના આધારે રવિવારે ધરપકડ કરી હતી. રજકે પોતાના ગુનાની કબૂલાત કરી હતી અને કહ્યું કે તેની પત્નીના પાડોશી સાથે લગ્નેત્તર સંબંધ છે. તેણે પત્નીને સમજાવવાનો અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ થઇ શક્યું નહીં. તેની પત્નીએ પાડોશી સાથે અફેર ચાલુ રાખ્યું અને આખરે તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું.
17 નવેમ્બરના રોજ રમેશે પાડોશીની નાની દીકરીને બજારમાં આવવાની લાલચ આપી અને પોતાની સાથે લઈ ગયો હતો. આ પછી આરોપીએ પહેલા બુંદેલા પૂર્વના જંગલમાં જઈને 7 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આરોપી યુવતીની લાશને જંગલમાં છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ મોડી સાંજ સુધી યુવતી ઘરે ન પહોંચતા સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
52 , 2