November 30, 2022
November 30, 2022

ભાજપની સરકાર માત્ર ચાંદ અને તારા જ બતાવી શકે, એક બાજુ રોટલી શેકાવાથી બળી જાય

27 વર્ષના શાસન સામે રાજીવ શુક્લાના વાકબાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે 5 દિવસનો સમય બચ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા.

કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ રાજીવ શુક્લાએ અમદાવાદમાં પત્રકારોને સંબોધીને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં વ્યંગમાં તેમણે કહ્યું હતું કે, અહીંયા તો મુખ્યમંત્રી એવી રીતે બદલાય છે જેમ લોકો કપડાં બદલે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક હતી. આ વખતે અમે સરકાર બનાવીને પરિવર્તન લાવીશું.

છત્તીસગઢમાં કોંગ્રેસની છે એટલે લોકો દેવામુક્ત

રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે,. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોઈ દેવું નથી. જનતા છત્તીસગઢમાં ખુશ છે. છત્તીસગઢના લોકો ગૌમૂત્ર વેચીને પૈસા કમાય છે. ગૌ મૂત્રમાં જડીબુટી મેળવી દવા બનાવે છે. ગામડાની વ્યવસ્થા છત્તીસગઢ સરકારે બદલી છે.

અહીંની જનતાને અપીલ કરું છું કે કોંગ્રેસને વિજયી બનાવે. અમે અહીંયા આઠ વાયદા કર્યા છે, જે સરકાર બનશે ત્યારે નિભાવીશું. ખેડૂતોના દેવા માફીની વાત અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં કરી હતી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે કરીને બતાવ્યું છે. અહીંયા સરકાર બનશે ત્યારે અમે તમામ કામ કરીશું. પંજાબમાં આમ આદમી પાર્ટી કશું કરી શકતી નથી. કોંગ્રેસની સરકારમાં શાંતિ સ્થાપિત થશે. મોંઘવારી, રોજગાર, શાંતિ સ્થાપવા કોંગ્રેસના રેકોર્ડ છે.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved