November 30, 2022
November 30, 2022

ભાજપને નડી શકે છે માલધારી સમાજની નારાજગી

રાજ્યની 40 સીટો પર પડી શકે છે અસર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના દિવસો નજીક છે અને દરેક પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગેલી છે. એવામાં સત્તાધારી ભાજપને આ વખતે માલધારી સમાજની નારાજગી નડી શકે છે. ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના સમુદાયને અન્યાય કરી રહી હોવાનો માલધારી સમાજના સભ્યો આક્ષેપ કરી રહ્યાં છે. સમાજના સભ્યો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે. ચૂંટણીના સમયે વિરોધ ભાજપ માટે ચિંતાને વધારો કર્યો છે. કેમકે રાજ્યની 40 બેઠકો પર માલધારી સમાજનો પ્રભાવ ધરાવે છે.

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈના એક નિવેદન પ્રમાણે સમાજમાં ભાજપ સરકાર પ્રત્યે નારાજગી છે. માલધારી સમાજની મુખ્ય માંગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તારની સ્થાપના, સમાજના સભ્યો સામેના ખોટા પોલીસ કેસો પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને ખેડૂત બનવાનો અધિકાર અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે. ગીર બરડા અને આલેચ ના વન વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા બાબતે અનેક માંગણીઓ પડતર છે.

ઉલ્લેખનીય છે સરકારે ગુજરાતના શહેરી વિસ્તારો માટે રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર થયું ત્યારે માલધારી સમુદાયે ભાજપનો વિરોધ કર્યો હતો. આ સમયે રાજ્યની કોંગ્રેસ પાર્ટીએ માલધારી સમાજના સમર્થનમાં આગળ આવી હતી. માલધારી સમાજના વિરોધ પછી સરકારે આ બિલ 21 સપ્ટેમ્બરે વિધાનસભામાં સર્વાનુમતે પાછું ખેંચી લીધુ હતું. ગુજરાતમાં માલધારી સમુદાય સારો એવો પ્રભાવ ધરાવે છે. રાજ્યની 40થી 45 બેઠકો પર તેમનો પ્રભાવ હોવાને કારણે ચૂંટણીના સમયે તેમને નારાજગી ભાજપની ચિંતામાં વધારો કર્યો છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved