February 2, 2023
February 2, 2023

મારા ખભા પર બંદૂક રાખીને ના ચલાવો : પૂર્વ જજ સોઢી

કોલેજિયમ સિસ્ટમ પર આંગળી ઉઠાવનાર પૂર્વ જજની કાનૂન મંત્રીને સલાહ

ન્યાયધીશોની નિયુક્તિ પ્રણાલીને લઇને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ સંબંધમાં દિલ્હી હાઇકોર્ટના રિટાયર્ડ જજ આરએસ સોઢીએ કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂને સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ ખેંચતાણમાં તેમના ખભા પર રાખીને બંદૂક ના ચલાવો. ઉલ્લેખનીય છે કે, કિરેન રિજિજૂ દ્વારા તેમના ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કર્યા પછી પૂર્વ જજનું આ નિવેદન આવ્યું છે.

હાઇકોર્ટનારિટાયર્ડ પૂર્વ જજ સોઢી કહ્યું કે હું આ મુદ્દાને ઉઠાવવા માટે કાનૂન મંત્રીને ધન્યવાદ આપું છું. જોકે હું એક રાજનીતિક વ્યક્તિ નથી. મારા ખભા પર રાખીને બંદૂક ના ચલાવો. આ મારી અંગત સલાહ છે કે કોલેજિયમ પ્રણાલી અસંવૈધાનિક છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એક સચિવાલય હોવું જોઈએ. તેમણે કહ્યું કે એવું કેવી રીતે થઇ શકે કે કેટલાક જજ એકસાથે મળીને જજોની નિયુક્તિ કરી શકે છે? બે કે ત્રણ જજ એકસાથે કેવી રીતે નિર્ણય કરી શકે છે? કોલેજિયમ સિસ્ટમ ફેઇલ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, ટ્વિટર પર ન્યાયમૂર્તિ સોઢીના એક ઇન્ટરવ્યૂની ક્લિપ પોસ્ટ કરતા કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ લખ્યું હતું કે એક જજનો નેક અવાજ. ભારતીય લોકતંત્રની અસલી ખુબસુરતી તેની સફળતા છે. જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી સ્વંય શાસન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને કાનૂન બનાવે છે. આપણી ન્યાયપાલિકા સ્વતંત્ર છે પણ આપણું સંવિધાન સર્વોચ્ચ છે. તેમણે કોલેજિયમ પ્રણાલીનું નામ લીધા વગર કહ્યું કે વાસ્તવમાં મોટા ભાગના લોકોના વિચાર સમાન છે. આ ફક્ત તે લોકો છે જે સંવિધાનની જોગવાઇ અને લોકોના જનાદેશની અવગણના કહે છે. વિચારે છે કે તે ભારતના સંવિધાનથી ઉપર છે.

 19 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved