અમેરિકાએ વિશ્વને આપી ચેતવણી
કોરોના મહામારીના ખતરા વચ્ચે અમેરિકાએ દુનિયામાં ચિંતા વધારતી જાણકારી આપી છે, વ્હાઇટ હાઉસનું કહેવું છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે. વ્હાઇટ હાઉસ દ્વારા આધિકારિક નિવેદન આપવામાં આવ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાં છે અને રશિયા ગમે ત્યારે તેના પર હુમલો કરી દેશે.
The White House warned that Russia could launch an attack on Ukraine "at any point." pic.twitter.com/tQyI0Mt732
— DW News (@dwnews) January 18, 2022
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના ટોપ ડિપ્લોમેટ દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર મોસ્કો યુક્રેન પર હુમલો કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને અમેરિકા સહિતના દેશો આ મુદ્દે ચિંતિત છે.
નોંધનીય છે કે રશિયા અને નાટો દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સતત તણાવ વધી રહ્યો છે. એવામાં એક બાદ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં થોડા સમય પહેલા જ રશિયાએ યુક્રેનમાં રાજધાની કીવમાંથી પોતાની એમ્બેસી ખાલી કરાવી છે. રશિયા જંગમાં પોતાના લોકોને ખતરમાં નાંખવા માંગતુ નથી.
White House spokesperson Jen Psaki said the situation in Ukraine is 'extremely dangerous' and Russia could launch an attack ‘at any point’ https://t.co/gAjrogJrq4 pic.twitter.com/KlNqJJcuhU
— Reuters (@Reuters) January 18, 2022
બીજી તરફ કેનેડાએ રશિયા સામે યુક્રેનની મદદ માટે પોતાના સૈનિકો મોકલી દીધા છે અને બ્રિટને ઘણી બધી મિસાઈલો યુક્રેનને આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે જોકે અમેરિકા કહી રહ્યું છે કે ચાલુ વાતચીતમાં પણ રશિયાએ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે.
યુક્રેન કહી રહ્યું છે કે રશિયાની સેના બેલારૂસથી યુક્રેન પર હુમલો કરી શકે છે તેથી અમારી મદદ કરવામાં આવે. બ્રિટન પોતાના ટેન્ક સહિતના સામાન યુક્રેનને આપી રહ્યું છે.
163 , 2