સજાના હુકમ પર સ્ટે મુક્યો
બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી પર રાજકોટની અદાલતમાં ચેક રિટર્નના બે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજાની સામે થયેલી અપીલ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી સજાના હુકમ પર સ્ટે મુક્યો છે.
2015-16માં ચેક રિટર્નના બે કેસ થયા હતા
આ કેસની વધુ વિગત એવી છે કે, રાજકુમાર સંતોષી સાથે વર્ષ 2010માં નાણાકીય વ્યવહારો થયેલા અને જે વ્યવહારો પુરા પણ થઈ ગયા છે તેવું પણ રેકર્ડ પર આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2015-2016માં ફરી નવા વ્યવહારોની વાત લાવી અને રાજકોટની પેઢી દ્વારા રાજકુમાર સંતોષી પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે વ્યવહારો ફિલ્મ યુવા, બિન બુલાયે બારાતી જેવા જે-તે સમયના તત્કાલીન ફિલ્મ પ્રોડક્શનના સંદર્ભમાં હતા. નીચેની અદાલતમાં કેસ ચાલ્યા બાદ બંને કેસમાં મૂળ રકમ જેટલું વળતર અને સજાનો હુકમ આપવામાં આવ્યો હતો.
રાજકુમાર સંતોષી તરફે વકીલ અજય જોશીએ કોર્ટમાં દલિલ કરી હતી
આ સજાના હુકમ સામે રાજકુમાર સંતોષીએ પોતાના એડવોકેટ અજય કે. જોષી દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટના જજ પ્રશાંત જૈન સમક્ષ અજય કે. જોષીએ પોતાની દલિલ કરતા એવી રજુઆત કરી હતી કે, હાલના કેસમાં કોઈ જ વજુદ નથી અને કોર્ટ દ્વારા કરવામાં આવેલા પુરાવાના મૂલ્યાંકનમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ રહી ગઈ છે. આ પ્રકારની વિસ્તૃત અને લંબાણપૂર્વકની દલિલો સાંભળી પ્રશાંત જૈન દ્વારા ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમને અપીલ ચાલતા સુધી જામીન આપવાનો તથા સજાના હુકમ પર સ્ટે ફરમાવ્યો હતો. આ કેસમાં રાજકુમાર સંતોષી તરફ એડવોકેટ અજય કે. જોષી, અશ્વિન મહાલીયા, પ્રિયાંક જે. ભટ્ટ, પ્રદિપ આર. પરમાર રોકાયેલા હતા.
124 , 2