February 2, 2023
February 2, 2023

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં કર્યું ધ્વજવંદન

પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી

દેશ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી છે. બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રત ધ્વજ વંદન કર્યુ.

CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી

CM ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યુ હતું કે સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..! આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.

આજે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્યમાં આજે પ્રજાસત્તાક પર્વની અનેક જગ્યાએ ઉજવણી થશે. આજે ગુજરાતના રાજ્યકક્ષાનો પ્રજાસતાક દિવસ બોટાદમાં ઉજવાશે. આ પ્રજાસત્તાક પર્વમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજકોટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધ્વજવંદન કરાવશે. જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે, ભાવનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજ વદંન કરવામાં આવશે. 

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત

આજે રાજ્ય સહિત દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે આ પર્વની પૂર્વ સંધ્યાએ 412 વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં 4 મરણોપરાંત સહિત 6 કીર્તિ ચક્રનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત 15 શૌર્ય ચક્ર, 92 સેના પદક, 29 પરમ વિશિષ્ટ સેવા પદક, 52 અતિ વિશિષ્ટ સેવા પદકની જાહેરાત કરવામાં આવી હતી.

 25 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved