ધોનીએ આપી બાઈક તો વિરાટે આપી મોંઘી ગાડી
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન ખુબ લાઈમલાઈટમાં રહ્યા હતા. આ લગ્નની તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી હતી. આખરે 23મી જાન્યુઆરીના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી તરત જ ન્યૂલી વેડ્સ કપલના ફોટોસ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા.
આ પ્રસંગે ભારતીય પૂર્વ કેપ્ટન ધોનીએ આ કપલને નિંજા બાઈક આપી હતી. આ સિવાય પણ આ કપલને બીજા ક્રિકેટરોએ મોંઘી ભેટ આપી હતી. ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાયેલ વનડે સીરીઝના કારણે વિરાટ કોહલી રાહુલના લગ્નમાં હાજર રહી શક્યો ન હતો પણ વિરાટે આ કપલને એવી ગિફ્ટ આપી હતી કે જેને જોઇને લાગે કે જાને કોહલીએ બંને પર ખજાનો વરસાવી દીધો છે, જેને જોઈને બંનેનો ખુશીનો પાર ન રહ્યો.
વિરાટે આપી BMW:
એ વાતથી તો સૌ કોઈ વાકેફ જ છે કે વિરાટને BMW કારનો ખુબ શોખ છે અને એટલે જ તેણે રાહુલ અને આથિયાને પણ એક સુંદર BMW કાર ગીફ્ટ કરી છે જેની આશરે કિંમત 2.17 કરોડ રૂપિયા છે.
ધોનીએ આપી સ્પોર્ટ્સ બાઈક:
ભારતના કેપ્ટન કુલ બાઈક્સમાં રસ ધરાવે છે, ધોનીએ પણ કેએલ રાહુલ અને આથિયાને પોતાની મનગમતી એવી કાવાસાકી નિંજા બાઈક ગીફ્ટમાં આપી છે. આ સ્પોર્ટ્સ બાઈકની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે, આ બાઈક આપીને કેપ્ટન કુલે માત્ર રાહુલનુ જ નહિ પરંતુ ફેન્સના દિલ પણ જીતી લીધા છે.
55 , 1