October 1, 2022
October 1, 2022

રૂપિયામાં સતત બીજા દિવસે ધોવાણ, નવા ઐતિહાસિક નીચા સ્તરે

પ્રારંભિક કામકાજમાં જ 35 પૈસા ગગડ્યો

મોંઘવારી સામેના મુકાબલા માટે દુનિયાભરના દેશો વ્યાજ દર વધારી રહ્યા છે અને તેની કરન્સી માર્કેટ પર તીવ્ર અસર હોય તેમ આજે સતત બીજા દિવસે અમેરિકી ડોલરસામે ભારતીય રુપિયાનું ધોવાણ થયું હતું અને 35 પૈસાના કડાકાથી 81.21ના સ્તરે પહોંચી ગયો હતો.

અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યા બાદ ગઇકાલે વિશ્વભરના શેરબજારોથી માંડીને કરન્સી માર્કેટમાં ઉથલપાથલ સર્જાઈ હતી. ભારતીય રિઝર્વ બેન્ક માસાંતે ધારણા કરતા વધુ વ્યાજ દર વધારો કરશે તેવી આશંકા વ્યક્ત થવા લાગતા રુપિયો વધુ દબાણ હેઠળ આવી ગયો હતો.

આ સિવાય વિદેશી હુંડીયામણમાં સતત ઘટાડો તથા લીક્વીડીટી ત્રણ વર્ષ બાદ નેગેટીવ ઝોનમાં આવી ગયાના રિપોર્ટથી રુપિયા પર દબાણ વધી ગયું હતું. ગઇકાલે 80 પૈસાથી વધુ ગગડ્યા બાદ આજે પણ ધોવાણ ચાલુ હતું.

પ્રારંભિક કામકાજમાં ડોલર સામે રુપિયો 35 પૈસા ગગડ્યો હતો અને 81.21ના નવા તળિયે ધસી પડ્યો હતો. ભારતીય કરન્સી માર્કેટના ઇતિહાસમાં પ્રથમ વખત ડોલર સામે રુપિયો 81ના સ્તરની નીચે ગયો છે. નિષ્ણાંતો દ્વારા કરન્સી માર્કેટમાં દબાણ હજુ વધવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

 24 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved