હવે 10 રૂપિયા જ વસુલાશે
કોરોના કાળમાં રેલવે દ્વારા પ્લેટફોર્ટ ટિકિટ ના દર વધારી દેવામાં આવ્યા હતા પણ હવે તેમાં રાહત આપવાનું શરૂ કરાયું છે. પશ્ચિમ રેલવે ના અમદાવાદ વિભાગમાં આજથી તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવેના આ નિર્ણયથી રેલવે સ્ટેશને મુસાફરોને લેવા-મુકવા આવતા સ્વજનોને મોટી રાહત મળી રહેશે. હવે ટ્રેનો રાબેતા મુજબ ફરી શરૂ કરાઇ રહી છે ત્યારે આ રાહત મુસાફરો સાથે આવનારા લોકો માટે ફાયદાકાર સાબીત થશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધવાને પગલે સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના આશયથી તા.18 જાન્યુઆરીથી પ્લેટફોર્મ ટિકિટના દર વધારીને 30 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. મુસાફરોની વધુ અવરજવર રહેતી હોય તેવા અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર, સાબરમતી સ્ટેશનો પર આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રસીકરણ થઇ ગયું છે અને સંક્રમણનું જોખમ ઘટી ગયું છે ત્યારે અમદાવાદ વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિના અભ્યાસ બાદ મુસાફરોના હિતમાં ઉપરોક્ત તમામ રેલવે સ્ટેશનો પર પૂનઃપ્લેટફોર્ટ ટિકિટનો દર 10 રૂપિયા કરી દેવાયો છે
195 , 1