ભૂકંપના કારણે એપાર્ટમેન્ટ ધરાશાઈ થયું: DGP
લખનૌમાં હજરતગંજના વજીરહસન રોડ પર આવેલ એપાર્ટમેન્ટ ધરાશાઈ થયું છે. એપાર્ટમેન્ટના કાટમાળ હેઠળ ઘણા પરિવારો દટાયા હોવાની સૂચના છે. આ ઘટનાને લઈ તંત્ર દ્વારા પણ જેસીપી રવાના કરી દેવાયું છે. ઘટનાસ્થળે હાજર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, ચાર માળની બિલ્ડિંગ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ બહાર કઢાયા છે.
NDRF-SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક ઘટના સ્થળે પહોંચ્યા. આ એપાર્ટમેન્ટ સાંજે 7 વાગ્યાની આસપાસ ધરાશાઈ થયું છે. એપાર્ટમેન્ટનો મોટો ભાગ ધરાશાઈ થયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકોને નિકાળવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને ધ્યાને લઈ નાયબ મુખ્યમંત્રીને ઘટના સ્થળે મોકલ્યા છે.
ભૂકંપના કારણે એપાર્ટમેન્ટ ધરાશાઈ થયું: DGP
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, તો કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. વીજળીના તારો અડચણરૂપ બનતા જેસીપીને ઘટનાસ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે. જે લોકોના પરિવારજનો કાટમાળ નીચે દટાયા છે, તેમના પરિજનો ધરાશાઈ થયેલી એપાર્ટમેન્ટમાં પાસે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડીજીપીએ કહ્યું કે, ભૂકંપના કારણે આ એપાર્ટમેન્ટમાં ધરાશાઈ થઈ છે. તેમણે કહ્યું કે, આ એપાર્ટમેન્ટમાં 7 પરિવારો રહેતા હતા.
28 , 1