November 29, 2022
November 29, 2022

વિદેશ મંત્રાલયના ડ્રાઇવરની ‘જાસૂસી’ના આરોપમાં ધરપકડ

ડ્રાઇવરને પાકિસ્તાનએ હની-ટ્રેપમાં ફંસાવ્યુ

દિલ્હી પોલીસે સુરક્ષા એજન્સીઓની મદદથી શુક્રવારે વિદેશ મંત્રાલય (MEA)માં કામ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પાકિસ્તાનને ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલવા બદલ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ડ્રાઈવરને હની ટ્રેપ કર્યો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ હવે આ કેસમાં વિદેશ મંત્રાલયમાં કામ કરતા વધુ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.

ISIએ ડ્રાઈવરને નિશાન બનાવ્યો

ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘણીવાર હની ટ્રેપનો શિકાર બને છે, પરંતુ પાકિસ્તાનની ISIએ ડ્રાઇવરને નિશાન બનાવ્યું હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે. આરોપીઓ પાસેથી કેટલીક યુવતીઓની તસવીરો અને વીડિયો મળ્યા છે. આ મામલે હજુ વિદેશ મંત્રાલયના નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ઓગસ્ટમાં એક જાસૂસ પણ પકડાયો હતો

અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ રાજસ્થાન પોલીસે 46 વર્ષના એક વ્યક્તિને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વ્યક્તિને 2016માં ભારતીય નાગરિકતા મળી હતી. આરોપીની ઓળખ ભાગચંદ તરીકે થઈ હતી. ભાગચંદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને 1998માં પરિવાર સાથે દિલ્હી આવ્યા હતા. આરોપી દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર અને મજૂર તરીકે કામ કરતો હતો અને પાકિસ્તાનમાં તેના સંબંધીઓ મારફત તેના બોસના સંપર્કમાં હતો.

 51 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved