7-7 વર્ષના બે છોકરાઓ અને 14 વર્ષની સગીર હતી
સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમાં નદીના પટમાં રમતા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. શુક્રવારે 7-7 વર્ષના બે છોકરાઓ અને એક 14 વર્ષની સગીર છોકરી ભરતીના પાણીમાં ફસાઇ ગયા હતા. તેમાંથી બે બાળકોના ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે એક સગીર બાળકીનો કોઇ પત્તો નથી. આ અંગે પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાંદેરમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના કિનારે રમતા હતા.
નદીમાં દરિયાની ભરતીનું પાણી આવતા ત્રણેય બાળકો પાણીમાં ખેંચાઇ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઇ ગયા હતા. સાત વર્ષના મહંમદ ફકીર અને શહાદત નામના બાળકોના મૃતદેહ મળી ગયા છે. જ્યારે 14 વર્ષની સાનિયા હજુ ગુમ છે.
ત્રણેય બાળકો ઇકબાલ નગરમાં રહેતા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભારે શોધખોળના અંતે બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ બંને બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસને જાણ થતા તરત દોડી આવ્યા હતા.
235 , 1