November 30, 2022
November 30, 2022

સુરત: સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

4 મહિલાઓને મુક્ત કરાઇ

સુરતના પીપલોદ સ્થિત આવેલા અનમોલ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી 2 લોકોની ધરપકડ કરી હતી તેમજ 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે અહીંથી 66 હજારની મત્તા પણ કબજે કરી હતી.

ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને માહિતી મળી હતી કે પીપલોદથી સરગમ શોપિંગ સેન્ટર જતા અનમોલ કોમ્પ્લેક્સમાં આવેલા ન્યુ હેઅર માસ્ટર સલુન સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપાર થઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

પોલીસ તપાસમાં મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ ભૂપતભાઈ વેકરીયા તેમજ હિતેશભાઈ ઉર્ફે મનીષ ભૂપતભાઈ વેકરીયા પોતાના સ્પા મસાજ પાર્લેરમાં નોકર તરીકે ધમરાજ દીપકભાઈ ઈગલેને રાખ્યો હતો અને અહીંયા 4 યુવતીઓ પાસેથી દેહ વ્યાપાર કરાવતા હતા. પોલીસે અહીંથી જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ ભૂપતભાઈ વેકરીયા તેમજ નોકરની ધરપકડ કરી હતી. જ્યારે હિતેશ ઉર્ફે મનીષ ભૂપતભાઈ વેકરીયા ત્યાંથી નાસી છુટ્યો હતો. પોલીસે અહીંથી 4 મહિલાઓને મુક્ત કરાવી 66 હજારની મત્તા કબજે કરી હતી.

ઉલ્લેખનીય છે કે સ્પાની આડમાં ધમધમતા દેહ વ્યાપારનો ભૂતકાળમાં પણ પર્દાફાશ થયો છે. ત્યારે વધુ એક વખત આવી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved