September 25, 2022
September 25, 2022

સૌથી મોટા ગ્રહ ‘ગુરૂ’નો રંગ બદલાયો નાસાએ ખૂબસુરત તસવીર ઝડપી

ગુરુ ગ્રહ અગાઉની સરખામણીએ અત્યંત આકર્ષક માલુમ પડ્યો

સૌર મંડળમાં મોજુદ સૌથી ગ્રહ એવા ‘ગુરૂ’ની સૌથી ખૂબસુરત તસવીર જાહેર થઇ છે. અમેરિકી અવકાશ એજન્સી નાસાના જૂનો જુપિટર એક્સપ્લોરરે આ તસવીર ખેંચી છે. જેમાં ગુરુ ગ્રહ અગાઉની સરખામણીએ અત્યંત આકર્ષક માલુમ પડ્યો છે અને તેનો રંગ પણ બદલાયો હોવાનું માલુમ પડ્યું છે.

આ તસવીર લેવામાં આવી ત્યારે જૂનો સ્પેસક્રાફટ ગેસના વાદળોની 5300 કિલોમીટર ઉપર હતો અને તસવીર લેતી વેળાએ તેની રફતાર પ્રતિ કલાક 209000 કિલોમીટરની હતી. અત્યંત સાફ રીતે આવેલી આ તસવીરમાં ગુરુના વાયુ મંડળના અલગ-અલગ ભાગોની રસાયણીક સંરચનાનું વૈવિધ્ય જોવા મળે છે. આ ઉપરાંત ગ્રહની શક્તિશાળી તોફાનની થ્રીડી આકૃતિ પણ જોવા મળે છે. આ તસવીર 50 ડીગ્રી ઉતરના અક્ષાંસ પરથી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો એક્સપ્લોરરને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 2016થી ગુરુ ગ્રહની તસવીરો મોકલે છે.

 157 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved