પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ હાથધરી
રાજ્યમાં ચોરી-લૂંટફાટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે મોરબીમાં આંગડિયા પેઢીના કર્મી પાસેથી 1.20 કરોડ લૂંટની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારાઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત પ્રમાણે મોરબીમાં દલવાડી સર્કલ પાસે રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સની બાસમાં આવેલા રૂ. 1.20 કરોડના પાર્સલની લૂંટ થઈ હોવાની ઘટના બની છે. આ પાર્સલ વીપીની આંગડિયા પેઢીનું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં આ પાર્સલ મોરબી આવ્યું હતું. આંગડિયા પેઢીનો ક્રમચારી પાર્સલ લઇને નીકળતાં જ તેની લૂંટ થઈ હોવાની ઘટના બની છે. સફેદ કલરની બ્રેઝા કારમાં આવેલા બુકાનીધારીઓએ મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી. મોરબી જીલ્લામાં પોલીસે દ્વારા નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ શરૂ કરાઈ છે.
73 , 1