October 1, 2022
October 1, 2022

રાજકીય પક્ષોએ કરેલું ચીતરામણ દૂર કરવા દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર

અમદાવાદમાં 70 લાખના ખર્ચે દીવાલો ચોખ્ખી થઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માંડ ત્રણથી ચાર મહિનાના સમય બાકી જેના પગલે સત્તા પક્ષા ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે એટલું જ નહીં જાહેર માર્ગોની દિવાલો પર રાજકીય પક્ષો ચિતરી નાખી છે ત્યાં આ ચિતરામણ દૂર કરવા દરેક ઝોનમાં ટેન્ડર બહાર પડાયું છે.

શહેરની મોટાભાગની જાહેર દીવાલો પર રાજકીય પક્ષોએ ચિતરી નાખી છે. આ ચિતરામણ દૂર કરવા 70 લાખનો ખર્ચ થયો છે. આ માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પડાયું છે. પક્ષો ફરી આ જ સ્થળે દીવાલો પર ચિતરામણ કરશે તો જ મ્યુનિ. તેમની સામે કાર્યવાહી કરશે.

ચૂંટણીને કારણે રાજકીય પક્ષોમાં દીવાલો તેમજ સરકારી મિલક્તો પર ચિતરામણ કરવાની હોડ લાગી છે. અગાઉ મેટ્રો પિલર પરથી લાખોના ખર્ચે આ રાજકીય ચિતરામણ દૂર કર્યું છે. મ્યુનિ.એ જે જગ્યાએ ચિતરામણ દૂર કર્યા છે તે સ્થળે ફરીથી રાજકીય પક્ષ ચિતરામણ કરે તો તેમને દંડ કરી આ ચિતરામણ દૂર કરવાની સાથે ખર્ચ પણ વસૂલવામાં આવશે.

 21 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved