સોલા પોલીસ મથકમાં બંને સામે ગુનો નોંધાતાં પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા
ગાંધીનગર જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ દહેગામમાં આવેલી જમીનને ખાલી કરાવવા ધમકી આપવા ગયા હતા. જેને લઇને પોલીસ કર્મચારીઓ સામે સોલા પોલીસ મથકમા ગુનો નોંધાતા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે સસ્પેન્ડ કરી દીધા છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, દેહગામ જમીન કૌભાંડમાં બે પોલીસ કર્મચારીઓને ગાંધીનગર એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ મહાદેવભાઈ સેક્ટર -7 અને પીસી વિજયભાઈ કુભેરભાઈને જમીન કૌભાંડ કેસમાં ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કૌભાંડને લઈ સોલા પોલીસ સ્ટેશનમાં આ બન્ને પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે આ બન્ને સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, સ્થાનિક પોલીસની ગોઠવણ થઇ જતાં મામલો દબાવી દેવા અથાગ પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસ મામલો દબાવી દીધો હોવાનું સ્પષ્ટ થયું છે. તેમ છતાં આ કૌભાંડમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પષ્ટ સંકેત આપી દેવામા આવ્યો છેકે, જે પોલીસ કર્મચારી ક્રાઇમ ઓછો કરવાની જગ્યાને ક્રાઇમ કરવામા ભાગીદાર બનશે તેની સામે પણ કાર્યવાહી કરાશે. પોલીસ વડાએ બે પોલીસને સસ્પેન્ડ કરી દેતા ભ્રષ્ટ્ર કર્મચારીઓમા ફફડાટ ફેલાયો છે.
141 , 1