February 2, 2023
February 2, 2023

25 જાન્યુઆરીનો ઇતિહાસ : આજે રાષ્ટ્રીય મતદાર દિવસ, ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મ દિવસ

હિમાચલ પ્રદેશનો સ્થાપના દિન

25 જાન્યુઆરીના ઇતિહાસની વાત કરીયે તો ભારતમાં આજે ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ છે. આજે હિમાચલ પ્રદેશનો પોતાનું સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મનોરંજન અન્ય ક્ષેત્રોની વાત કરીએ તો આજે ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મદિવસ છે. જ્યારે ગ્વાલિયરના રાજમાતા વિજ્યારાજે સિંધિયાની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

25 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

2010 – ઈરાકની રાજધાની બગદાદમાં ત્રણ મિની બસોમાં બોમ્બ વિસ્ફોટ કરીને હોટેલોને નિશાન બનાવવામાં આવી હતી. ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા.
2008 – સરકારે વર્ષ 2008 માટે 13 લોકોને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરી હતી. –
પાકિસ્તાની સેનાએ શાહીન-1 (હતફ-IV)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ મધ્યમ અંતરની મિસાઈલ છે.
2006 – LTTE ચીફ પ્રભાકરન જીનીવામાં મંત્રણા માટે સંમત થયા.
2005 – મહારાષ્ટ્રના સતારામાં સ્થિત એક દેવી મંદિરમાં નાસભાગથી 300 થી વધુ લોકોના મોત થયા.
2004- સ્પેસક્રાફ્ટ ઓપોર્ચ્યુનિટી મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું.
2003 – ચીનના લોકશાહી તરફી નેતા ફેંગ જુને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
2002 – અર્જુન સિંહ ભારતીય વાયુસેનાના પ્રથમ ‘એર માર્શલ’ બન્યા.
1994 – તુર્કીનો પ્રથમ ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ ‘તુર્કસાટ ફર્સ્ટ’ એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ.
1992 – રશિયન પ્રમુખ બોરિસ યેલ્સિનને અમેરિકન શહેરોને નિશાન બનાવતી પરમાણુ મિસાઇલોને દૂર કરવાની જાહેરાત કરી.
1991-સર્બિયા અને ક્રોએશિયાના નેતાઓ યુગોસ્લાવિયામાં અશાંતિ – તણાવને દૂર કરવા માટે મળ્યા હતા.
1983 – આચાર્ય વિનોબા ભાવેને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત.
1980 – મધર ટેરેસાને ભારત રત્નની સમ્મનિત કરવામાં આવ્યા.
1975 – શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા.
1971 – હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ. હિમાચલ પ્રદેશને સંપૂર્ણ રાજ્ય જાહેર કરવામાં આવ્યું.
1969 – અમેરિકા અને ઉત્તર વિયેતનામ વચ્ચે પેરિસમાં શાંતિ મંત્રણા શરૂ થઈ.
1959 – બ્રિટને પૂર્વ જર્મની સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા.
1950 – ભારતમાં 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ.
1952 – ફ્રાન્સ અને જર્મની વચ્ચે સારના વહીવટને લઈને વિવાદ થયો.
1882 – વર્જિનિયા વુલ્ફનો જન્મ થયો હતો.
1874 – બ્રિટિશ સાહિત્યકાર સમરસેટ મોમનો જન્મ થયો.
1839 – ચિલીમાં આવેલા ભૂકંપમાં 10,000 લોકો માર્યા ગયા.
1831 – પોલેન્ડની સંસદે સ્વતંત્રતા જાહેર કરી.
1755 – મોસ્કો યુનિવર્સિટીની સ્થાપના થઈ.
1579 – ડચ રિપબ્લિકની સ્થાપના થઈ.
1565 – તેલ્લીકોટાના યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો નાશ થયો.

વ્યક્તિઓની જન્મજયંતિ
1960- કૌશલ કિશોર – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને 16મી લોકસભાના સાંસદ.
1958 – કવિતા કૃષ્ણમૂર્તિ – ભારતીય સિનેમાના પ્રખ્યાત ગાયીકા.
1930 – જેન્દ્ર અવસ્થી-ભારતના પ્રખ્યાત લેખક, પત્રકાર અને ‘કાદમ્બિની પત્રિકા’ના સંપાદક.
1894 – પરશુરામ મિશ્રા – ભારતના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી હતા.
1824 – માઈકલ મધુસુદન દત્ત – બંગાળી ભાષાના પ્રખ્યાત કવિ.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
2019 – પ્રખ્યાત લેખક ક્રિષ્ના સોબતી જેમણે પોતાની અનન્ય પ્રતિભાથી હિન્દીની વાર્તા-ભાષાને અજોડ તાજગી અને પ્રેરણા આપી.
2001 – વિજયારાજે સિંધિયા-ગ્વાલિયરના રાજમાતા અને ભારતીય જનતા પાર્ટી’ના પ્રખ્યાત નેતા હતા.
1999 – જી. જી. સ્વેલ-ભારતની લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા.
1969 – અનંતા સિંહ-ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી હતા.
1953 – નલિની રંજન સરકાર એક ભારતીય ઉદ્યોગપતિ, અર્થશાસ્ત્રી અને જાહેર નેતા હતા.
1918 – વિલિયમ વેડરબર્ન રાજકીય પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ હતા.

 26 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved