October 1, 2022
October 1, 2022

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,205 કેસ

ગઇકાલ કરતા કોરોનાના કેસમાં 25 ટકાનો ઉછાળો

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3,205 કેસ નોંધાયા છે. એટલે કે COVID-19 ના કેસોમાં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 4,79,208 રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 વેક્સિનેશન થયું છે. જ્યારે 2802 લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,544, 689 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,23,920 એ પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,568 કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો. નવા કોરોનાના કેસમાંથી 80.58 ટકા તો પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા હતાં. જેમાં માત્ર દિલ્હીમાં જ 41.9% કેસ નોંધાયા હતાં. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા હતા જ્યારે આજે વધુ 31 લોકોના મોત નિપજ્યાં છે.

 34 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved