September 25, 2022
September 25, 2022

ગાંધીનગર મહાનગર પાલિકામાં 512 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

બજેટમાં ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો..

ગાંધીનગર મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનના કમિશનર ધવલ પટેલે આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. વર્ષ 2022-2023 માટે 512 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી હવે આ બજેટમાં સુધારા વધારા કરી મંજૂરી આપશે. 

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2022-23 માટે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ વખતે તેના કદમાં વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 100 કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે. પાછલા વર્ષે 360.94 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું હતું. પરંતુ આ વર્ષે બજેટનું કદ 512 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાના આ વખતના બજેટ પર સૌ નગરજનોની ખાસ મીટ મંડાયેલી હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના વિસ્તાર વધતાં હવે બજેટનું કદ પણ વધ્યુ છે. ગત નાણાકીય વર્ષમાં 360.94 કરોડનું બજેટ સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયું હતું. ત્યારે આ વખતે ગાંધીનગર મનપાનું બજેટ 500 કરોડથી ઉપરનું બજેટ મંજુર કરાયુ છે.

આ વર્ષે સ્થાયી સમિતિ દ્વારા બજેટને લઈને નાગરિકોના સૂચનો મગાવાયા હતા. જેના આધારે સ્થાયિ સમિતિએ જરૂર જણાય ત્યાં બજેટમાં ફેરફાર કર્યો છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પહેલીવાર નાગરિકો પાસેથી સુચનો મંગાવાયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ અલગ-અલગ વોર્ડના કોર્પોરેટર્સ દ્વારા પોતાના વિસ્તારમાં કરવા જેવા કામોની રજૂઆતો કરવામાં આવી હતી.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved