September 25, 2022
September 25, 2022

5G સર્વિસ લોન્ચ કરતા પહેલા તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી

અંબાણીએ દોઢ કરોડ રુપિયાનુ દાન આપ્યુ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ  મુકેશ અંબાણીની કંપની જીઓ દ્વારા આગામી મહિનાથી દેશમાં ફાઈવ જી સર્વિસ લોન્ચ કરવામાં આવનાર છે.તે પહેલા મુકેશ અંબાણી તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

તિરુપતિ દેવસ્થાનમને આ પ્રસંગે મુકેશ અંબાણીએ મોટી રકમ દાનમાં પણ આપી છે. એવુ ચર્ચાઈ રહ્યુ છે કે, આ ટ્ર્સ્ટને અંબાણીએ દોઢ કરોડ રુપિયાનુ દાન આપ્યુ છે.આ સ્વતંત્ર ટ્રસ્ટ છે અને તે આંધ્રપ્રદેશમાં તિરુમાલા વેકંટેશ્વર મંદિર સાથે બીજા મંદિરોની પણ દેખરેખ રાખે છે.

મુકેશ અંબાણીએ દોઢ કરોડ રુપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો.તેમની સાથે તેમના નાના પુત્રની ફિઆન્સ રાધિકા મરચન્ટ પણ હતી.મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે મંદિર દ્વારા સંચાલિત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.

રિલાયન્સની ફાઈવ જી સર્વિસ દિવાળીથી શરુ થાય તેવી શક્યતા છે.શરુઆતમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા એમ ચાર મેટ્રો શહેરમાં લોકોને આ સર્વિસ પૂરી પડાશે.જોકે આગામી વર્ષના અંત સુધીમાં આખા દેશમાં ફાઈવ જી સર્વિસ ઉપલબ્ધ હશે તેવુ મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમમાં કહ્યુ હતુ. ફાઈવ જી સ્પેક્ટ્રમ ઓક્શન દરમિયાન સૌથી વધારે સ્પેક્ટ્રમની ખરીદી પણ રિલાયન્સે જ કરેલી છે.

 35 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved