બારીની લોખંડની જાળીમાં સાલ બાંધી લગાવી દીધો ફાંસો..
‘હારેલો જુગારી બમણું રામે’ આ કહેવત મહાભારતકાળથી વ્હાલી આવે છે અને અનેક વાર આપણી સામે આવી ઘટના બનતી જોવા મળે છે. ત્યારે હવે આવી જ ઘટના રાજકોટમાં બની છે. શેરબજારમાં વધારે કમાવવાની લ્હાયમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે.
રાજકોટમમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માની પાર્કમાં રહેતા એક 25 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. રોહીત ગોરધનભાઇ રૈયાણી (ઉવ.25)એ રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું.
સમગ્ર બનાવની જાણ પરિવારજનોને સવારે થઈ હતી. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને થતાં બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
90 , 1