અમદાવાદના વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવ મનાવવામાં આવ્યો
ગુજરાત સહિત દેશભરમાં આજે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ રામનવમી એટલે શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ શહેરમાં ભગવાન રામની શોભાયાત્રાનું પણ આયોજનકરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના વિખ્યાત જગન્નાથ મંદિર ખાતે પણ રામનવમીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, ભગવાન જગન્નાથ મંદિરમાં આજે કોરોનાકાળના બે વર્ષ પછી ભગવાન રામના જન્મ મહોત્સવ ઉજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન રામનો જન્મ મહોત્સવ લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. આજે જગન્નાથ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તન અને અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના રીલીફ રોડ પર આવેલા હેરિટેજ કાલા રામજી મંદિરમાં પણ રામ નવમી નિમિત્તે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
76 , 1