September 27, 2022
September 27, 2022

અભિનંદન જેવી મૂછ રાખતા મધ્યપ્રદેશના પોલીસ કોન્સ્ટેબલેને કરાયો સસ્પેન્ડ

પોલીસ કોન્સ્ટેબલે કહ્યું, સર રાજપૂત છું, ‘નોકરી રહે કે ના રહે, મૂછ તો નહીં કપાવું’

મધ્યપ્રદેશ પોલીસના કોન્સ્ટેબલે મૂછો માટે પોતાની નોકરી ગુમાવવી પડી છે. જેને લઇને સોશિયલ મીડિયા પર કોન્સ્ટેબલના સસ્પેન્શનને લઇને સવાલ ઉઠી રહ્યા છે. જવાનની મૂંછોથી અધિકારીઓ ચિડાઈ ગયા છે કે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ત્યારે, કોન્સ્ટેબલ પણ પોતાની જીદ પર અડગ રહ્યો છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે નોકરી રહે કે વઇ જાય, મૂંછો તો નહીં હટે. જવાને પોતાના અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે રોબ જમાવતી મૂંછો તો અનેક સીનિયર અધિકારી પણ રાખે છે. તેના પર તો કોઈ કાર્યવાહી નથી થતી.

સસ્પેન્ડ થયા બાદ કૉન્સ્ટેબલ રાકેશ રાણાએ કહ્યું કે, સરનું કહેવું હતું કે, મૂંછો કપાવી લો. મારું માનવું છે કે, હું મૂંછો નહીં કપાવું. હું રાજપૂત પરિવારથી છું. આ મારા માટે સ્વાભિમાનની વાત છે. મોટી મૂંછો મને ખુબ સારી લાગે છે. મૂંછો રાખવાથી માણસ જવાન લાગે છે. પોલીસમાં અનેક લોકો રાખે છે. આઈપીએસ અધિકારી પણ કેટલાક રાખે છે.

મૂંછો પર સવાલ કેમ?

કોન્સ્ટેબલ રાકેશ રાણાએ સવાલ કર્યો છે કે, મારા પર શા માટે ઑબ્ઝેક્શન છે, આ મને સમજમાં નથી આવતું. હું એક વર્ષથી સાહેબની સાથે છું. જવાને કહ્યું કે, સસ્પેન્ડ મંજૂર છે પરંતુ મૂંછો નહીં હટે. કાર્યવાહી બાદ જવાને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તેઓ ઝૂકવા માટે હવે તૈયાર નથી.

સોશિયલ મીડિયા પર રાકેશને સમર્થન

ત્યારે, અભિનંદન કટ પર કોન્સ્ટેબલને સજા મળી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એમપી પોલીસની કાર્યવાહી પર નિંદા થઇ રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે જવાનનું સસ્પેન્ડ પરત લો. ત્યારે, એમપી પોલીસના વરિષ્ઠ અધિકારીઓની આના પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. કાર્યવાહી પર અધિકારીઓ મૌન ધારણ કરી રહ્યા છે.

રાકેશ રાણાને વાળ અને મૂછ કાપવાના આદેશ અપાયા હતા

સહાયક પોલીસ મહાનિરીક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં લખ્યું કે, કોન્સ્ટેબલ ડ્રાઇવર 1555 રાકેશ રાણા, એમ.ટી.પૂલ, ભોપાલ જે વિશેષ પોલીસ મહાનિદેશકના વાહનના ડ્રાઇવર તરીકે ફરજ પર છે. તેમના વાળ વધેલા છે અને મૂંછ અજીબ ડિઝાઇનમાં ગળા પર છે. જેનાથી ટર્નઆઉટ ખુબ જ ખરાબ દેખાઇ રહ્યું છે. કોન્સ્ટેબલ પોતાના ટર્ન આઉટને યોગ્ય રીતે વાળ અને મૂંછ યોગ્ય રીતે કાપવા હેતુ આદેશ આપ્યા.

 83 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved