September 25, 2022
September 25, 2022

દ્વીપીય દેશ ટોંગા નજીક સમુદ્રમાં જ્વાળામુખી ફાટ્યો..

સુનામીને લઈ ન્યૂઝીલેન્ડ અને ફિજીમાં એલર્ટ : Video

પ્રશાંત દ્વીપના ટોંગાદેશ નજીક શનિવારે સમુદ્રની નીચે એક જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જેનાથી દક્ષિણ પેસિફિક ટાપુના કેટલાક દેશો માટે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા મોજાઓ કિનારે આવતા દેખાઈ રહ્યા છે. આ સમયે US સ્થિત સુનામી મોનિટરે જણાવ્યું કે, ટોંગાની રાજધાની અને અમેરિકન સમોઆની રાજધાનીમાં સુનામીની લહેરો જોવા મળી હતી.

ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગના બ્યૂરએ જણાવ્યું કે, નુકુ અલોફાથી લગભગ 65 કિમી ઉત્તરમાં સ્થિત હંગા ટોંગા-હુંગા હાપાઈમાં પાણી નીચે જ્વાળામુખીના 0410 GMT પર વિસ્ફોટને કારણે 1.2 મીટર સુનામી આવી હતી. એજન્સીએ જણાવ્યું કે, તે પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખી રહી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના મુખ્ય ટાપુઓ અથવા પ્રદેશોને સુનામીનો કોઈ ખતરો જાહેર કરવામાં આવ્યો નથી.

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે, ટોંગાનની રાજધાની નુકુઆલોફામાં 2.7 ફૂટ (83 સેમી) અને અમેરિકન સમોઆની રાજધાની પાગો પાગોમાં 2 ફૂટ સુનામી લહેર જોવા મલી હતી. યુએસ સ્થિત સુનામી મોનિટરે બાદમાં અમેરિકન સમોઆ અને હવાઈના યુએસ પ્રદેશ માટે ચેતવણીઓ રદ્દ કરી હતી, પરંતુ જણાવ્યું હતું કે જ્વાળામુખીની નજીક પેસિફિકના ભાગો માટે સુનામીનો ખતરો યથાવત છે.

ફિજીએ સુનામીની ચેતવણી જાહેર કરીને રહેવાસીઓને દરિયા કિનારે જવાનું ટાળવા વિનંતી કરી હતી. ફિજી ફોરેસ્ટના ટેલિવિઝન રિપોર્ટર જેસી તુઈસીનુએ ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું કે ટોંગાના કેટલાક ભાગોમાં ખરેખર અંધારું હતું અને વિસ્ફોટ પછી લોકો સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા હતા.

 102 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved