September 27, 2022
September 27, 2022

અમદાવાદની યુવતી પર દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો બનાવનાર યુવક જસદણથી ઝડપાયો

પોલીસ સમક્ષ ગુનો કબુલ્યો

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચરી બાદમાં તેનો ન્યૂડ વીડિયો ઉતારી વાયરલ કરવા મામલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે આરોપી સુનિલ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ મથક વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીનો ન્યુડ વીડિયો ઉતારી વાયરલ કરનાર આરોપી સુનીલ વિનુ પરમાર (ઉ.વ.35) જસદણના કડુકા ગામના પાટીયા પાસે હોવાની બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબી અજયસિંહ ગોહિલના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ.જે.રાણા અને ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપી સુનીલ વિવેકાનંદ પોલીસ મથકના દુષ્કર્મ અને આઇટી એકટના ગુનામાં વોન્ટેડ હતો જેને પકડી પાડી રાજકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ તપાસમાં આરોપીએ અમદાવાદની યુવતીને લગ્નની લાલચ આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો ન્યુડ વિડીયો વાયરલ કર્યો હોવાની કબૂલાત આપી હતી જેના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 62 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved