રોડ કિનારે ખાટલામાં બેઠેલા વ્યક્તિને ટ્રકે ટક્કર મારતા કરુણ મોત
દહેગામ – બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં હાઈવેની સાઈડમાં રહેતા પરિવારના મોભી મકાન આગળ ખાટલામાં બેઠા હતા. તે દરમિયાન ટ્રકે જોરદાર ટક્કર મારતા ખાટલામાં બેઠેલા શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને તુરંત ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે શખ્સનું મોત નીપજ્યું હતું.
દહેગામ – બાયડ ત્રણ રસ્તા વચ્ચે પાલૈયા ગામે હાઈવેની સાઈડમાં રહેતા પરિવારના મોભી મકાન આગળ ખાટલામાં બેઠા હતા. તે સમયે બાયડ તરફથી આવી રહેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખાટલો ભાગીને ભુક્કો થઈ જવાની સાથે ખાટલામાં બેઠેલા મહેશભાઈનું ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને 108ની મદદથી ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બજી તરફ આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
95 , 1