કોર્ટે કહ્યું; ‘સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી ના શકાય’
મદાવાદના ચકચારી આયેશા આત્મહત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે અને કોર્ટે દોષિત આરીફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આયેશા એ મરતા પહેલા બનાવેલા વિડિઓને મહત્વનો પુરાવો ગણ્યો હતો અને તેના આધારે આરોપીની સજા ફટકારી હતી. આયેશા એ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આયેશા આપઘાત કેસ મામલે, અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી આરીફ દોષિત જાહેર કરી 10 વર્ષ સજા ફટકારી દીધી છે. તમને જણાવી દઈએ કે, 2 ફેબ્રુ. 2021એ સાબરમતી રિવરફ્રન્ટમાં યુવતીએ પતિના કંકાસમાં આત્મહત્યા કરી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ કર્યો હતો. કોર્ટે વિડીઓને આધારે આરોપીને ફટકારી 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનામાં નોંધ્યું છે કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને ન બક્ષી શકાય.
જેથી આરોપીના વોઇઝ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો. આત્માહત્યા કરતા પહેલા આયેશા એ તેના પતિ આરીફ સાથે 70 થી 72 મિનિટ વાત કરી હતી, જેમાં તેણે આયેશાને આત્મહત્યા કરવા દુષપ્રેણ્યા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા હતા.
642 , 1