September 25, 2022
September 25, 2022

અદાણીની અવિરત આગેકૂચ : વિશ્વના ત્રીજા સૌથી અમીર બન્યા ગૌતમ અદાણી

એલન મસ્ક અને જેફ બેજોસ પછી 11 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અદાણી ત્રીજા ક્રમના સૌથી ધનિક

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના તેમજ એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. થોડા વર્ષો પહેલા ભલે દુનિયાના ઘણા લોકો તેમનું નામ જાણતા ન હોય, પરંતુ હવે આખી દુનિયા તેમને ઓળખે છે. હવે ગૌતમ અદાણીએ નેટવર્થના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મહત્વનું છે કે, અદાણી આવું કરનાર પ્રથમ એશિયન બિઝનેસમેન છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીએ હવે લૂઈસ વિટનના સીઈઓ અને ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હાલમાં વધીને $137.4 બિલિયન થઈ ગઈ છે. હવે અદાણી ગ્રુપના ચેરમેનથી આગળ માત્ર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ જ આગળ છે. મસ્કની નેટવર્થ હાલમાં $251 બિલિયન છે, જ્યારે બેઝોસ હાલમાં $153 બિલિયનની નેટવર્થ ધરાવે છે.

અદાણીની નેટવર્થ તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી ટોપ-10 અમીર લોકોની યાદીમાં એકમાત્ર વ્યક્તિ છે જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાનઅદાણીની નેટવર્થમાં $1.2 બિલિયનનો વધારો થયો છે. આ વર્ષ વિશે વાત કરીએ તો અદાણી માટે તે ખૂબ જ લકી સાબિત થયું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved